વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.
$(i)$ નિયમન કરવું (Regulate) : કેટલાક સજીવો દેહધાર્મિક-physiological (ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યાવહારિક પણ-behavioural) સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન (દેહિક તાપમાન) તથા આસુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે.
બધાં જ પક્ષીઓ અને સસ્તનો (સ્તનધારીઓ-mammals) તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી (lower vertebrate and invertebrate) સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન (ઉષ્મીય નિયમન અને આકૃતિ નિયમન-thermoregulation and osmoregulation) કરવા કાર્યદક્ષ છે. ઉવિકાસકીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે પછી ભલે તેઓ એન્ટાકર્ટિકા (Antarctica)માં રહેતા હોય કે સહારાના રણ (Sahara desert)માં.
મોટા ભાગનાં સસ્તનો દ્વારા તેમના શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. આપણે શરીરનું તાપમાન $37^o$ સે સ્થાયી રાખીએ છીએ. ઉનાળામાં, જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો (profusely sweat) થાય છે.
ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા (evaporative cooling) એવી જ છે કે જેવી રણમાં શીતક (કૂલર-cooler)ની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે. શિયાળામાં, જ્યારે પર્યાવરણનું તાપમાન $37^o$ સે કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ (shiver) છીએ કે ધ્રુજારી પામીએ છીએ જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ, તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી.
$(ii)$ અનુકૂળ થવું (Conform) : પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમતી-overwhelming majority (લગભગ $99\%$) અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. જલીય પ્રાણીઓમાં, દેહજળની આકૃતિ સાંદ્રતા જે તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે.
આ પ્રાણીઓ અને વનસ્પતિઓ સર્વથા અનુકૂલિત સજીવો (અનુવર્તીઓ-conformers) કહેવાય છે. સજીવોના સ્થાયી (અચળ) આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતાં, આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી સજીવો (નિયામકો-regulators) બન્યા નથી. આપણે ઉપર જે મનુષ્યનાં સાદશ ઉદાહરણનો ઉપયોગ કર્યો છે તેને યાદ કરો;
અને કેટલા લોકો છે કે જેઓને તે પરવડી શકે છે કે તેને ખરીદી શકે છે? ઘણા લોકો સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને ઉપઅનુકૂલતમ કામગીરી (suboptimal performance)થી સંતોષ માની લે છે. ઘણા સજીવો માટે ઉષ્મીયનિયમન એ ઊર્જાની રીતે ખર્ચાળ હોય છે. છછુંદરો (shrews) અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ (humming birds) જેવા નાનાં પ્રાણીઓ માટે તે સવિશેષ સાચું છે.
ઉષ્મા (ગરમી) ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. ત્યારે નાનાં પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ તેમના કદ-પરિમાણની સાપેક્ષે વધારે હોય છે, જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય છે ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવાનું વલણ (tend) દાખવે છે; આવી પરિસ્થિતિમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા પેદા કરવા માટે ખૂબ જ વધારે ઊર્જાનો ખર્ચ કરવો પડે છે.
આ જ મુખ્ય કારણથી ખૂબ નાનાં પ્રાણીઓ ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉવિકાસના સમયગાળા દરમિયાન, સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભ (cost and benefit)નો વિચાર ધ્યાને લેવામાં આવે છે. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ (in limited range). જો તે મર્યાદા બહાર (મર્યાદાથી વધારે) હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે.
કયાં પ્રકારની સમસ્યાથી સ્ટીનોહેલાઈન પ્રાણીઓ લાંબા સમય સુધી દરીયાઈ વસવાટમાં રહી શકતા નથી.
અનુકૂલનને સંગત સાચું વિધાન જણાવો.
વનસ્પતિઓ ....... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેમાં ......... રૂપાંતરણ થાય.
સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.
કઈ પ્રક્રિયાથી સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરે છે ?