(N/A) પૃથ્વી પર સૌપ્રથમ કોષીય જીવન લગભગ $2000$ મિલિયન વર્ષ પહેલાં $(mya)$ અસ્તિત્વમાં આવ્યું. મહાઅણુઓના બિન-કોષીય સમૂહોમાંથી રસસ્તર ધરાવતા કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી. આમાંના કેટલાક કોષો $O_2$ મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણમાં થતી પ્રકાશપ્રક્રિયા જેવી જ હતી,જેમાં સૂર્યપ્રકાશની મદદથી પાણીના અણુઓનું વિયોજન થતું હતું અને પ્રકાશગ્રાહી રંજકદ્રવ્યો દ્વારા તેનું વહન થતું હતું.
ધીમે-ધીમે એકકોષીય સજીવો બહુકોષીય સ્વરૂપમાં વિકસ્યા. $500$ $mya$ સુધીમાં અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા. જડબાંવિહીન માછલીઓ લગભગ $350$ $mya$ પહેલાં ઉદ્ભવી હોવાનું મનાય છે. સમુદ્રી શેવાળ અને વનસ્પતિઓ લગભગ $320$ $mya$ પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી. આપણે કહી શકીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો હતા. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ ત્યાં ખૂબ જ પથરાયેલી હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પર ચાલી શકતી હતી અને પાછી પાણીમાં જઈ શકતી હતી.