$t\,-\,RNA$ અનુકૂલક અણુ તરીકેની કાર્ય પદ્ધતિ સંક્ષિપ્તમાં જણાવો.
ફ્રાન્સિસ ક્રિકના મત પ્રમાણે જનીન સંકેતને વાંચવા અને તેનો એમિનો ઍસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોય છે.
એમિનો ઍસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે જે દ્વારા તે જનીન સંકેતને ઓળખી શકે.
તેઓ અનુકુલક અણની હાજરી પ્રસ્થાપિત કરે છે જે દ્વારા તે જનીન સંકેતને સ્પષ્ટ ઓળખે અને બીજી બાજુ ચોક્કસ એમિનો ઍસિડને જોડતા હોય.
$t-RNA \,\,(S-RNA)$ અનુકૂલક અણુ તરીકે કાર્ય કરે છે.
$t-RNA$માં એક પ્રતિસંકેત લૂપ (anticodon loop) જોવા મળે છે, જ્યાં સંકેતના પૂરક બેઇઝ આવેલા હોય છે અને તેમાં એમિનો ઍસિડ સ્વીકાર છેડો આવેલો હોય છે. જેનાથી તે એમિનો ઍસિડ સાથે જોડાય છે.
પ્રત્યેક એમિનો ઍસિડ માટે વિશિષ્ટ $t-RNA$ હોય છે. પ્રારંભ માટે બીજો ચોક્કસ $t-RNA$ હોય છે જેને પ્રારંભિક $t-RNA$ કહે છે. સમાપ્તિ સંકેત માટે કોઈ $t-RNA$ હોતા નથી.
આકૃતિમાં $t-RNA$નું દ્વિતીય બંધારણ જોવા મળે છે જે ક્લોવર (clover) પર્ણ જેવું છે પણ હકીકતમાં $t-RNA$ ઊંધા $L$ આકારનું હોય છે.
ત્રિ-પરિમાણ્વીય રચનામાં $t-RNA$ ના અણુની રચના .......છે.
તફાવત આપો : સંકેત અને પ્રતિસંકેત
$GUU$ તેનાં માટેનો સંકેત છે.
નીચેનામાંથી ક્યો પ્રતિસંકેત હોતો નથી ?
પ્રોલીન એમીનો એસિડને કેટલાં જનીનસંકેતો છે?