જનીન સંકેત વિશે માહિતી આપો.
પોલિપેપ્ટાઇડ શૃંખલામાંના એમિનો ઍસિડના ક્રમ અને $m-RNA$ પરના ન્યુક્લિઓટાઇડના ક્રમ વચ્ચેના સંબંધને જનીન સંકેત કહે છે.
સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિઇક ઍસિડમાંથી બીજ ન્યુક્લિઇક એસિડનું પ્રત્યાંકન થાય છે, ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી ન્યુક્લિટાઇડના પૉલિમરમાંથી એમિનો એસિડના પૉલિમરમાં સ્થાનાંતરિત થાય છે.
ન્યુક્લિઇક ઍસિડ (આનુવંશિક દ્રવ્ય)માં ફેરફારથી પ્રોટીનના એમિનો ઍસિડમાં પણ પરિવર્તન જોવા મળે છે. આનાથી જનીન સંકેત (Genetic code)ની પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો ઍસિડના ક્રમને નિશ્ચિત કરે છે.
જનીન સંકેત બાબતે એમિનો ઍસિડ માટે સંકેત આપતા ન્યુક્લિઓટાઇડની ચોક્કસ સંખ્યા નક્કી કરવાની સમસ્યા મુખ્ય હતી.
સજીવોમાં વીસ પ્રકારના એમિનો ઍસિડ માટે $m-RNA$ પર ફક્ત $4$ નાઇટ્રોજન બેઇઝ $(A, C, G, U)$ છે.
જો જનીન સંકેત $1$ અક્ષરી હોય તો ન્યુક્લિઓટાઇડથી બનતાં જનીન સંકેત ચાર જ મળે છે,$20$ એમિનો ઍસિડનું સાંકેતન કરવા અપૂરતાં હોય.
જો જનીન સંકેત $2$ અક્ષરી હોય તો પણ, $16$ સંકેત મળે જે અપૂરતાં છે.
જ્યોર્જ ગેમોવ $(1954)$ ભૌતિકશાસ્ત્રી હતા. તેમણે ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું કે બધા જ $20$ એમિનો ઍસિડના સંકેતન માટે સંકેત ત્રણ ન્યુક્લિઓટાઇડસના બનેલા હોય છે. તેનાથી $45 (4 \times 4 \times 4) = 64$ સંકેતો ઉત્પન્ન થાય, આ સંકેતો જરૂર કરતાં વધુ હોય છે. ત્યાર બાદ હરગોવિંદ ખુરાના, હોલિ અને નિરેનબર્ગે ત્રિઅક્ષરી સંકેતની માહિતી આપી હતી.
માર્શલ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટે કોષમુક્ત પ્રણાલી સંકેતના અર્થઘટન માટે ઉપયોગી નીવડી. સેવેરો કોઆ (severo Ochoa) ઉત્સેચક (પોલિવુક્તિઓટાઇડ ફૉસ્ફોરાયલેઝ) $RNA$ ને સ્વતંત્રરૂપે ટેબ્લેટના નિશ્ચિત અનુક્રમો સાથે પોલિમરાઇઝેશન માટે મદદ કરે છે.
કયા સંકેતો શૃંખલાની સમાપ્તિ કરે છે ?
લ્યુસિન (leu) માટે ક્યા જનીન સંકેતો સાચા છે?
જનીન સંકેતના તમારી સમજના આધારે અસામાન્ય હિમોગ્લોબિનના અણુનું નિર્માણ સમજાવો. આ ફેરફારના કયાં પરિણામો જાણવા મળે છે ?
કોષમાં કેટલા પ્રતિસંકેતો શક્ય છે ?
$5'CCCUCAUAGUCAUAC3'\;" RNA$ શૃંખલાદ્વારા કેટલા એમિનો એસિડ કોડ થશે? (જો $12$ માં ન્યુક્લિઓટાઈડ પછી એડિનોસાઈનને ઉમેરવામાં આવે તો.)