મેન્ડલના પ્રયોગના આધારે કાસ્કો, પ્રભાવી/પ્રચ્છન્ન લક્ષણો, જનીનસ્વરૂપ અને દેખાવ સ્વરૂપની માહિતી આપો.
કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. તેમણે આ બાબતોને કારકો (Factors) તરીકે ઓળખાવ્યા. આજે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે જનીનો આનુવંશિકતાના એકમો છે.
જનીનો જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારક (Allele) કહે છે.
મૂળાક્ષરીય સંકેતોના ઉપયોગમાં મોટી લિપિને $F_1$ તબક્કા અને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે લેવાય. ઉદા. ઊંચાઈ માટે $T$ અને નીચાવામન માટે $t$ હવે, $T$ અને $t$ એકબીજાનાં કારક છે. જેની અભિવ્યક્તિ $TT, Tt$ કે $tt$ રીતે થાય.
જો બંને કારકો સમાન હોય તો $TT / tt$ સમયુગ્મી (homozygous) હશે.
$TT$ અને $tt$ છોડનાં જનીન પ્રકાર (genotype) અને ઊંચા અને નીચા શબ્દ દેખાવ સ્વરૂપ (Phenotype) કહેવાય છે.
અસમાન કારકોની જોડમાં કોઈ એક બીજા પર પ્રભાવી બને છે અને $F_1$ પેઢીમાં અભિવ્યક્ત થાય છે. તેને પ્રભાવી કારક (dominant) અને અભિવ્યક્ત ન થતા કારકને પ્રચ્છન્ન કારક (Recessive) કહે છે.
સમયુગ્મીમાં કારક સમાન હોય છે $- TT /tt$ પણ વિષમયુગ્મીમાં અસમાન હોય છે જેમ કે $Tt. Tt$ અને $tt$ વચ્ચે કરાવાતાં સંકરણોને એકસંકરણ (monohybrid experiment) પ્રયોગ કહે છે.
પ્રચ્છન્ન જનીન એટલે શું?
પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે -
વનસ્પતિનો જનીનપ્રકાર પ્રભાવી સ્વરૂપ બતાવે છે એ..........માં પ્રદર્શિત થાય છે.
બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?
સંકર જાતનો જીનોટાઇપ જાણવા માટેની સામાન્ય કસોટી કઈ છે?