સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમજાવો.
કણના વેગમાં થતાં ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને કણનો સરેરાશ પ્રવેગ કહે છે.
સરેરાશ પ્રવેગ $=$ વેગમાં થતો ફેરફાર/તે માટે લાગતો સમયગાળો
સરેરાશ પ્રવેગ $\langle\vec{a}\rangle=\frac{\Delta \vec{v}}{\Delta t}$
$\langle\vec{a}\rangle=\frac{\left(\Delta v_{x}\right) \hat{i}+\left(\Delta v_{y}\right) \hat{j}}{\Delta t}$
$\therefore\langle\vec{a}\rangle=\left(\frac{\Delta v_{x}}{\Delta t}\right) \hat{i}+\left(\frac{\Delta v_{y}}{\Delta t}\right) \hat{j}$
$\therefore\langle\vec{a}\rangle=\langle a x\rangle \hat{i}+\langle a y\rangle \hat{j}$
સરેરાશ પ્રવેગ સરેરાશ વેગની દિશામાં હોય છે.
સરેરાશ પ્રવેગનો એકમ $\frac{ m }{ s ^{2}}$ છે.
તાત્ક્ષણિક વેગ:
પ્રવેગ (તાત્ક્ષણિક પ્રવેગ) : સરેરાશ પ્રવેગ માટે સમયગાળો શૂન્ય તરફ કરતા મળતા સરેરાશ પ્રવેગના સિમાંત મૂલ્યને પ્રવેગ કે તાત્ક્ષણિક પ્રવેગ કહે છે.
સરેરાશ પ્રવેગ $\langle\vec{a}\rangle=\frac{\Delta \vec{v}}{\Delta t}$
ઉપરના સમીકરણમાં $\lim _{\Delta t \rightarrow 0}$ લેતાં તત્કાલીન પ્રવેગ મળે છે.
$\vec{a}=\lim _{\Delta t \rightarrow 0} \frac{\Delta \vec{v}}{\Delta t}$
$\therefore \vec{a}=\frac{d \vec{v}}{d t}$
પરંતુ $\vec{v}=v_{x} \hat{i}+v_{y} \hat{j}$ લેતાં,
$\vec{a}=\frac{d}{d t}\left(v_{x} \hat{i}+v_{y} \hat{j}\right)$
$\vec{a}=\frac{d}{d t}\left(v_{x}\right) \hat{i}+\frac{d}{d t}\left(v_{y}\right) \hat{j}$
$\vec{a}=a_{x} \hat{i}+a_{y} \hat{j}$
જ્યાં $a_{x}=\frac{d v_{x}}{d t}$ અને $a_{y}=\frac{d v_{y}}{d t}$
સમીકરણ $(2)$ દર્શાવે છે કે વેગનું સમયની સાપેક્ષ વિકલન કણનો પ્રવેગ આપે છે.
$a=\frac{d \vec{v}}{d t}=\frac{d}{d t}\left(\frac{d \vec{r}}{d t}\right)=\frac{d^{2}(\vec{r})}{d t^{2}}$
એક માણસ ખુલ્લા મેદાનમાં એેવી રીતે ગતિ કરે છે કે $10 \,m$ સુધી સીધી રેખામાં ગતિ કર્યા બાદ તે તેની ડાબી બાજુથી $60^{\circ}$ તીવ્ર વળાંક લે છે. તો પ્રારંભથી $8$માં વળાંક સુધી કરેલુ સ્થાનાંતર ......... $m$ હશે.
કણનો સ્થાન સદીશ $\overrightarrow{\mathrm{r}}(\mathrm{t})=\cos \omega \mathrm{t} \hat{\mathrm{i}}+\sin \omega \mathrm{t} \hat{\mathrm{j}}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $\omega$ અચળાંક અને $t$ સમય છે.તો નીચેનામાથી કણના વેગ $\overrightarrow{\mathrm{v}}(\mathrm{t})$ અને પ્રવેગ $\overrightarrow{\mathrm{a}}(\mathrm{t})$ માટે શું સાચું પડે?
$x-y$ સમતલમાં ગતિ કરતા કણ માટે ના યામો નીચે મુજબ આપી શકાય છે. $x=2+4 \mathrm{t}, y=3 \mathrm{t}+8 \mathrm{t}^2$. કણની ગતિ. . . . . .થશે.