તાર $A$ અને $B$ ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર $7 : 4$ છે. તાર $A$ની લંબાઈ $2\, m$ અને ત્રિજ્યા $R$ અને તાર $B$ ની લંબાઈ $1.5\, m$ અને ત્રિજ્યા $2\, mm$ છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો $R$ નું મૂલ્ય ......... $mm$ હશે.
$1.3$
$1.5$
$1.7$
$1.9$
$\Delta ABC$ સમબાજુ ત્રિકોણની $AB$ અને $BC$ બાજુઓ બે તાંબાના સળિયા અને બીજી બાજુ એક એલ્યુમિનિયમનો સળિયો છે. તેને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી દરેક સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે, તો ખૂણા $\angle ABC$ માં ફેરફાર શોધો. (તાંબાનો રેખીય પ્રસરણાંક $\alpha _1$ અને એલ્યુમિનિયમનો રેખીય પ્રસણાંક $\alpha _2$ છે.)
રબર કરતાં સ્ટીલનો યંગ મોડ્યુલસ ઘણો વધારે છે, તો સમાન પ્રતાન વિકૃતિ માટે કોનું તણાવ પ્રતિબળ વઘારે હશે ?
તારનો આડછેદ $S$ અને લંબાઇ $L$ હોય ,તો તારની લંબાઇમાં કેટલો વધારો થાય?
$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તાર પર બળ $F$ લગાવતાં લંબાઇમાં થતો વધારો $l $ છે.તો $2L$ લંબાઇ અને $2r$ ત્રિજયા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?
એક હાથીના દાંતમાંથી બનાવેલ બોલ અને બીજો ભીની માટીમાંથી બનાવેલ બોલ સમાન પરિમાણના છે. તેમને સરખી ઊંચાઈએથી સપાટી પર પડવા દેવામાં આવે છે, તો તેમાં કયો બોલ સપાટી પર અથડાયા બાદ વધારે ઊંચે જશે ? શાથી ?