રબર કરતાં સ્ટીલનો યંગ મોડ્યુલસ ઘણો વધારે છે, તો સમાન પ્રતાન વિકૃતિ માટે કોનું તણાવ પ્રતિબળ વઘારે હશે ? 

Similar Questions

સ્ટીલના સળીયાની ત્રિજ્યા $10 \,mm$ અને લંબાઈ $1.0 \,m$. બળ લાગુ પડત્તા તેમાં ખેંચાણના લીધે $0.32\%$ વિકૃતી ઉદભવે છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11} \,Nm ^{-2}$. તો ખેંચાણ દરમીયાન બળની તીવ્રતા .............. $kN$

$40^{\circ}\,C$ તાપમાને રહેલા $L$ લંબાઈના સ્ટીલના વાયરને છત સાથે લટકાવેલ છે અને બીજા છેડા પર $m$ દળ લટકાવેલ છે. તેની મૂળ લંબાઈ $L$ પાછી મેળવવા માટે તને $40^{\circ}$ થી $30^{\circ}$ સુધી ઠંડો કરવામાં આવે છે. વાયરની ત્રિજ્યા $1\,mm$, રેખીય ઉષ્મા પ્રસણાંક $10^{-5} /{ }^{\circ}\,C$ અને સ્ટીલનો યંગ મોડ્યુલસ $10^{11}\,N /$ $m ^2$ છે. ધારી લો કે $L \gg $ વ્યાસ છે. $m$ નું મૂલ્ય $kg$ માં ?

સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?

  • [AIPMT 2015]

સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સુઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). પિરામિડની રચના કરતાં તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું કુલ દળ $280\, kg$ છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલ વ્યક્તિનું દળ $60\, kg$ છે. આ વ્યક્તિના દરેક સાથળનાં હાડકાંની લંબાઈ $50\, cm$ અને અસરકારક ત્રિજ્યા $2.0\, cm$ છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો.

$2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___