(N/A) $\rightarrow$ સૃષ્ટિ $Animalia$ વિષમપોષી,સુકોષકેન્દ્રી સજીવો દ્વારા લાક્ષણિક છે જે બહુકોષીય છે અને તેમના કોષોમાં કોષદીવાલનો અભાવ હોય છે.
$\rightarrow$ તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે.
$\rightarrow$ તેઓ તેમના ખોરાકનું પાચન આંતરિક ગુહામાં કરે છે અને ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અથવા ચરબી સ્વરૂપે કરે છે.
$\rightarrow$ તેમનું પોષણ પદ્ધતિ પ્રાણીસમ (holozoic) છે,જેમાં ખોરાકનું અંતઃગ્રહણ થાય છે.
$\rightarrow$ તેઓ ચોક્કસ વૃદ્ધિ ભાત અનુસરે છે અને પુખ્ત બને છે જેનો આકાર અને કદ નિશ્ચિત હોય છે.
$\rightarrow$ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જટિલ સંવેદી અને ચેતાતંત્રીય પ્રણાલી દર્શાવે છે.
$\rightarrow$ તેઓમાંથી મોટાભાગના પ્રચલન કરવા માટે સક્ષમ છે.
$\rightarrow$ લિંગી પ્રજનન નર અને માદાના મિલન દ્વારા થાય છે,ત્યારબાદ ભ્રૂણીય વિકાસ થાય છે.