(N/A) $\Rightarrow$ ખંડન (Segmentation): આ પ્રાણીના શરીરનું શ્રેણીબદ્ધ પુનરાવર્તિત ખંડોમાં વિભાજન છે.
$\Rightarrow$ સાચું ખંડન (Metamerism): આ $Annelida$,$Arthropoda$ અને $Chordata$ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. તેમાં શરીરનું વિભાજન પુનરાવર્તિત ખંડોમાં થાય છે જેને મેટામિયર્સ (metameres) કહેવાય છે,જેમાં બાહ્ય અને આંતરિક અંગોનું પુનરાવર્તન થાય છે. ઉદાહરણ તરીકે,અળસિયા $(Pheretima)$ માં સ્પષ્ટ બાહ્ય અને આંતરિક મેટામિરિઝમ જોવા મળે છે.
$\Rightarrow$ ખોટું ખંડન (Pseudometamerism): જ્યારે શરીર ઘણા ખંડોમાં વિભાજિત હોય પરંતુ દરેક ખંડ એકબીજાથી સ્વતંત્ર હોય,ત્યારે તેને ખોટું ખંડન કહેવાય છે. દરેક ખંડ (proglottid) પ્રજનન જેવી જૈવિક ક્રિયાઓ કરવા માટે સક્ષમ હોય છે. શરીરની વૃદ્ધિ અગ્ર ભાગ (ગ્રીવા પ્રદેશ) માંથી નવા ખંડો ઉમેરીને થાય છે. ઉદાહરણ તરીકે,પટ્ટીકૃમિ ($Taenia$ $solium$).