પૃથ્વીની સપાટીથી કોઈપણ ઉંચાઈ $h$ માટે વાપરી શકાતું ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો.
પૃથ્વી એક નિયમિત દળ ધનતા ધરાવતો એક ગોળો છે તેમ ધારતાં, એક પદાર્થ નું પૃથ્વીની સપાટી ઉપર વજન $300 \mathrm{~N}$ હોય તો પૃથ્વીની સપાટીની અંદર $R / 4$ અંતરે તેનું વજન કેટલું થશે ?
પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)
જો પૃથ્વીના કેન્દ્રથી $d(d < R)$ અંતરે ગુરુત્વને લીધે પ્રવેગ $\beta$ હોય, તો પૃથ્વીની સપાટીથી ઉપર $d$ અંતરે તેનું મૂલ્ય શું હશે ? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
પૃથ્વીના ધ્રુવ પરથી વિષુવવૃત્ત તરફ જતાં ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં વધારો/ઘટાડો થાય. સાચું જણાવો.
પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય તેના સપાટી ના મૂલ્ય કરતાં અડધું હોય ?