ગુણાકાર કે ભાગાકારની ક્રિયામાં ત્રુટિ અંગેનો નિયમ લખો.
ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારની અંતિમ પરિણામ પર થતી અસર મેળવો.
ભૌતિક રાશિ $X = \frac{{2{k^3}{l^2}}}{{m\sqrt n }}$ માં $k,\,l,\, m$ અને $n$ માં પ્રતિશત ત્રુટિ $1\%,2\%,3\%$ અને $4\%$ હોય,તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.
એક $0.2\, cm$ $(0.001\, cm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, $1\, m\, (1 \,mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને $1 \;kg$ $(1\,g$ લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં $0.5\, cm \,(0.001\, cm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? ($\%$ માં)
સાદા લોલકના પ્રયોગમાં લોલકની લંબાઈ અને ગુરુત્વપ્રવેગના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \% $ અને $ 4 \% $ હોય, તો આવર્તકાળના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટિ =.....
ગોળાની ત્રિજયા માપવામાં પ્રતિશત ત્રુટિ $1 \%$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થશે.