સામાન્ય પ્રક્યિા લખી તેનો વિકલન વેગ સમીકરણ અને વેગ નિયમન લખો.
$(a)$ સામાન્ય પ્રક્રિયા નીચે મુજબ :
$aA + bB \rightarrow cC + dD$
જ્યાં $a, b, c$ અને $d$ અનુક્રમે $A, B, C$ અને $D$ના તત્ત્વયોગમિતિય ગુણાંકો છે.
$(b)$ પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ નીચે મુજબ :
વેગ $\propto[ A ]^{x}[ B ]^{y}$
જ્યાં $x=a$ અને $y=b$ જે પ્રક્રિયક $A$ અને $B$ના તત્ત્વયોગમિતિય ગુણાંકો છે, જે હોય અથવા ન પણ હોય. ઉપરના સમીકરણ $(ii)$ને નીચે પ્રમાણે લખી શકાય છે.
વિકલન વેગ $=[ A ]^{x}[ B ]^{y}$
$\therefore-\frac{ d [ R ]}{ dt }=k[ A ]^{x}[ B ]^{y}$
જેમાં $k$ સપ્રમાણતા અચળાંક છે અને તેને વેગ અચળાંક કહે છે. પ્રક્રિયાના વિકલલન વેગ સમીકરણના સપ્રમાણતા અચળાંક $(k)$ને વેગ અચળાંક કહે છે.
$(c)$ વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ : વેગ નિયમ તે એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયાના વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવાય છે. જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં $(raise)$ આવે છે, જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પામતી (કરતી) સ્પિસીઝના તત્ત્વ યોગમિતિય ગુણાંક હોય અથવા ન પણ હોય.
ઉ.દા. : $2 NO _{( g )}+ O _{2( g )} \rightarrow 2 NO _{2( g )}$
પ્રક્રિયાના વિકલન વેગ નિયમની અભિવ્યક્તિ નીચે પ્રમાણે છે.
વેગ$=-\frac{ d [ R ]}{ dt }=k\left[ NO _{2}\right]^{2}\left[ O _{2}\right]$
અહી $x=2= NO$ નો સહગુણાંક અને $y=1= O _{2}$ નો સહગુણાંક જે આપણે લખતા નથી પણ સ્વીકારી લઈએ છીએ.
$2X + Y \rightarrow Z + W,$ પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વીયતા.....
રસાયણિક પ્રક્રિયા $A+B \rightarrow$ નીપજ માટે,$A$ અને $B$ ના સંદર્ભ સાથે ક્રમ $1$ છે
Rate $mol\,L^{-1}\,s^{-1}$ | $[A]$ $mol\,L^{-1}$ | $[B]$ $mol\,L^{-1}$ |
$0.10$ | $20$ | $0.5$ |
$0.40$ | $x$ | $0.5$ |
$0.80$ | $40$ | $y$ |
$x$ અને $y$ ના મુલ્યો શું છે ?
કયા પ્રકારની પ્રક્રિયાઓના પ્રક્રિયા ક્રમ અને આણ્વીયતા એક સમાન હોય છે ?
જો પ્રક્રિયક $'A'$ની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ $4$ ગણો વધે છે અને $'A'$ ની સાંદ્રતા ત્રણ ગણી વધારતા $9$ ગણો વધે છે, તો દર કોના પ્રમાણમાં છે?
પ્રક્રિયા $A+ B \rightarrow$ નીપજો, માટે $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. અને બંને પ્રક્રિયકો $(A$ અને $E)$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર $8$ ના ગુણાંકથી વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ ............. થશે.