સતત વિધુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિધુતસ્થિતિમાનના સૂત્રો લખો.
સતત વિદ્યુતભાર વિતરણ (પ્રકરણ$-1$ માં જોયું તેમ) ત્રણ રીતે થાય છે. રેખીય સતત વિતરણ માટે,$P$ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન,
$V _{ L }=k \int_{ L } \frac{\lambda d L }{\mid\vec{r}-\vec{r}_{i} \mid}$
જ્યાં $\lambda=$ વિદ્યુતભારની રેખીય ધનતા
$d L =$ સૂક્ષ્મ લંબાઈનો ખંડ
$\vec{r}= P$ બિંદુનો સ્થાન સદિશ
$\overrightarrow{r_{i}}=d L$ ખંડનો સ્થાન સદિશ $i=1,2, \ldots, N$
પૃષ્ઠ પરના સતત વિતરણ માટે, $P$ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન,
$V _{ S }=k \int_{ S } \frac{\sigma d S }{\mid\vec{r}-\overrightarrow{r_{i}} \mid}$
જ્યાં $\sigma=$ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા
$d S =$ સૂક્ષ્મ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ
$\vec{r}= P$ બિંદુનો સ્થાન સદ્ટિશ
$\overrightarrow{r_{i}}=d S$ ખંડનો સ્થાન સદિશ $i=1,2, \ldots, N$
કદ પરના સતત વિતરણ માટે $P$ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન,
$V _{ V }=k \int_{ V } \frac{\rho d V }{\overrightarrow{\left|\vec{r}-\vec{r}_{i}\right|}}$
જ્યાં $\rho=$ વિદ્યુતભારની કદ ધનતા
$d V =$ સૂક્ષ્મ કદ ખંડનું કદ
$\vec{r}= P$ બિંદુનો સ્થાન સદિશ
$\overrightarrow{r_{i}}=d V$ ખંડનો સ્થાન સદિશ $i=1,2, \ldots, N$
$5 \times 10^{-8} \;C$ અને $-3 \times 10^{-8}\; C$ ના બે વિદ્યુતભારો એકબીજાથી $16 \,cm$ અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ(ઓ)એ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર $Q$ એ $L$ લંબાઇના સળિયા $AB$ પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા $A$ થી $L$ અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.
બે વિધુતભારો $3 \times 10^{-8}\,C$ અને $-2 \times 10^{-8}\,C$ એકબીજાથી $15 \,cm$ અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હશે ? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો.
$20\, \mu C$ વિદ્યુતભારને ઉદ્ગમબિંદુ પર મૂકેલ છે,$(5a, 0)$ અને $(-3a, 4a)$ વચ્ચે વોલ્ટેજ કેટલો થાય?
$R=10 \mathrm{~cm}$ ત્રિજયા અને $4 \mathrm{nCm}^{-1}$ જેટલી રેખીય વીજભાર ધનતા ધરાવતી એક અર્ધ રિંગના કેન્દ્ર આગળ સ્થિતિમાન $x \pi \mathrm{V}$ છે. $x$ નું મૂલ્ય.............. છે.