(N/A) આપેલ વિદ્યુતભારો $q_{1} = 5 \times 10^{-8} \; C$ અને $q_{2} = -3 \times 10^{-8} \; C$ છે. તેમની વચ્ચેનું અંતર $d = 16 \; cm = 0.16 \; m$ છે.
કિસ્સો $1$: બિંદુ $P$ એ વિદ્યુતભારોની વચ્ચે $q_{1}$ થી $r$ અંતરે છે.
બિંદુ $P$ પાસે સ્થિતિમાન $V = \frac{1}{4 \pi \varepsilon_{0}} \left( \frac{q_{1}}{r} + \frac{q_{2}}{d-r} \right)$ થાય.
$V = 0$ લેતા,$\frac{q_{1}}{r} = -\frac{q_{2}}{d-r}$ મળે.
કિંમતો મૂકતા: $\frac{5 \times 10^{-8}}{r} = -\frac{-3 \times 10^{-8}}{0.16-r}$.
$5(0.16 - r) = 3r \Rightarrow 0.8 - 5r = 3r \Rightarrow 8r = 0.8 \Rightarrow r = 0.1 \; m = 10 \; cm$.
કિસ્સો $2$: બિંદુ $P$ એ વિદ્યુતભારોની બહાર $q_{1}$ થી $s$ અંતરે છે.
બિંદુ $P$ પાસે સ્થિતિમાન $V = \frac{1}{4 \pi \varepsilon_{0}} \left( \frac{q_{1}}{s} + \frac{q_{2}}{s-d} \right)$ થાય.
$V = 0$ લેતા,$\frac{q_{1}}{s} = -\frac{q_{2}}{s-d}$ મળે.
કિંમતો મૂકતા: $\frac{5 \times 10^{-8}}{s} = -\frac{-3 \times 10^{-8}}{s-0.16}$.
$5(s - 0.16) = 3s \Rightarrow 5s - 0.8 = 3s \Rightarrow 2s = 0.8 \Rightarrow s = 0.4 \; m = 40 \; cm$.
આમ,સ્થિતિમાન ધન વિદ્યુતભારની વચ્ચે $10 \; cm$ અંતરે અને તંત્રની બહાર $40 \; cm$ અંતરે શૂન્ય થાય છે.