(N/A) હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ,કક્ષકોની ઊર્જા નીચે મુજબ વધે છે:
$1s < 2s = 2p < 3s = 3p = 3d < 4s = 4p = 4d = 4f < 5s = 5p = \dots$
$H$ ની ભૂમિ અવસ્થા (Ground state): હાઇડ્રોજન પરમાણુમાં $1s$ કક્ષક સૌથી સ્થાયી સ્થિતિ દર્શાવે છે અને તેને ભૂમિ અવસ્થા કહેવામાં આવે છે,અને આ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા સૌથી મજબૂતીથી જકડાયેલો હોય છે.
ઉત્તેજિત અવસ્થા (Excited state): હાઇડ્રોજન પરમાણુમાં $2s, 2p$ અથવા તેનાથી ઊંચી કક્ષકોમાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય છે.
ઉત્તેજિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ નબળી રીતે આકર્ષાય છે. ભૂમિ અવસ્થાની ઊર્જા < ઉત્તેજિત અવસ્થાની ઊર્જા.
હાઇડ્રોજન પરમાણુમાં હાજર એકમાત્ર વિદ્યુત આંતરક્રિયા એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ છે; તેથી,પેટાકોષ $(l)$ કક્ષકીય ઊર્જા અવસ્થાને અસર કરતું નથી.