જો $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયાનો વેગ $4$ ના ગુણકથી ઘટે છે. તો પ્રક્રિયક $B$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો ક્રમ ............ થશે.
પ્રક્રિયા $ A + B \rightarrow $ નિપજ માટે જો $ A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો વેગ બમણો થાય છે. જ્યારે $B $ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના વેગમાં કોઇ ફેરફાર થતો નથી. તો તેનો કુલ પ્રક્રિયાક્રમ........ હશે.
$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$ ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ તો દર સમીકરણ દર $= k[NO]^2[Cl_2]$ વડે આપવામાં આવે છે. તો વેગ અચળાંકની કિંમત ..... વડે વધી શકે.
અનુમાનિત પ્રક્રિયા $X_2 + Y_2 \rightarrow 2XY,$ ની ક્રિયાવિધિ નીચે આપેલી છે.
$(i)\,\, X_2 \rightarrow X + X$ $($ઝડપી$)$
$(ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y$ $($ધીમી$)$
$(iii)\,\,X+ Y \rightarrow XY$ $($ઝડપી$)$
તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.