(N/A) $\Rightarrow$ રસધાની એ કોષરસમાં જોવા મળતી પટલમય રચના છે. તેમાં પાણી,કોષરસ,ઉત્સર્ગ પદાર્થો અને કોષ માટે બિનઉપયોગી અન્ય પદાર્થોનો સંગ્રહ થાય છે.
$\Rightarrow$ રસધાની એક જ પટલ દ્વારા આવરિત હોય છે જેને ટોનોપ્લાસ્ટ (tonoplast) કહેવામાં આવે છે.
$\Rightarrow$ વનસ્પતિ કોષોમાં રસધાની કોષના કદના $90\%$ જેટલો ભાગ રોકી શકે છે. વનસ્પતિઓમાં,ટોનોપ્લાસ્ટ ઘણા આયનો અને અન્ય પદાર્થોના સાંદ્રતા ઢાળની વિરુદ્ધ રસધાનીમાં વહન કરવામાં મદદ કરે છે,તેથી રસધાનીમાં તેમની સાંદ્રતા કોષરસની સરખામણીમાં ઘણી વધારે હોય છે.
$\Rightarrow$ અમીબા $(Amoeba)$ માં આંકુચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ છે. ઘણા કોષોમાં,જેમ કે પ્રજીવોમાં,ખોરાકના કણોને ગળી જવાથી અન્નધાની (food vacuoles) બને છે.