લસિકા અંગો વિશે માહિતી આપો.
મનુષ્યના પ્રતિકારક તંત્રમાં લસિકા અંગો, પેશીઓ, કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનો સમાવેશ થાય છે. આપણું પ્રતિકારક તંત્ર, વિશિષ્ટ છે જે પરજાત ઍન્ટીજનને ઓળખે છે. તેનો પ્રતિચાર આપે છે તેમજ તેને યાદ રાખે છે. પ્રતિકાર તંત્રમાં એલર્જીની પ્રક્રિયા એ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
લસિકા અંગો (Lymphoid Organs) : આ એવાં અંગો છે જ્યાં લસિકા કણોનું સર્જન અને / કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે. પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા (bone marrow) અને થાયમસ (thymus) નો સમાવેશ થાય છે.
જ્યાં અપરિપક્વ લસિકા કણો, ઍન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવાં કે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના
આંતરડાંના પેયર્સની ખંડિકાઓ (નાના આંતરડાની દીવાલમાં લસિકાપેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે) અને આંત્રપૂચ્છમાં સ્થળાંતરિત થાય છે.
દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને ઍન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે. માનવદેહમાં વિભિન્ન લસિકા અંગોના સ્થાન આકૃતિમાં દર્શાવેલ છે.
અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે, જેમાં લસિકાકણો કે લસિકાકોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે. થાયમસ એ ખંડમય અંગ છે, જે હૃદયની નજીક અને લસિકાવાહિનીઓ છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે.
થાયમસ ગ્રંથિનું કદ જન્મસમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. થાયમસ અને અસ્થિમજ્જા બંને $T-$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મપર્યાવરણ પૂરું પાડે છે. બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે.
બરોળ ઈરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે. લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે. લસિકાગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય ઍન્ટીજનોને જકડી રાખે છે. લસિકા ગાંઠમાં પકડાયેલ ઍન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે.
શ્વસનમાર્ગ, પાચનમાર્ગ અને મૂત્રજનનમાર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તર (lining)માં લસિકાપેશી આવેલ છે. જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી (mucosal associated lymphoid tissue $- \,MALT$) કહે છે. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું $50\%$ જેટલું પ્રમાણ ધરાવે છે.
કુદરતી નિષ્ક્રિય રોગપ્રતિકારકતામાં કયાં એન્ટીબોડીની હાજરી હોય છે?
લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી બે ઉદાહરણ તેમની ચોક્કસ પ્રકારની પ્રતિકારકતા સાથે સાચી જોડ રચે છે. ઉદાહરણ - પ્રતિકારકતાનો પ્રકાર
હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.
$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?