ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.
કોઈ પ્રયોગ કરીએ ત્યારે ધણા બધા અવલોકનો લેવાં પડે. આ બધા અવલોકનો પરથી પરિણામની ગણતરી કરીએ ત્યારે તેનાં પરિણામમાં બધા અવલોક્નોની સંયુક્ત ત્રુટિ કેટલી હશે તે જાણવું જોઈએ.
દા.ત. : ઘનતા નક્કી કરવાના પ્રયોગમાં પદાર્થનાં દળ અને કદ બંને માપવા પડે અને તે બંનેના માપમાં કંઈક ત્રુટિ હોઈ શકે. આ ત્રુટિઓની અસર ઘનતાના મૂલ્ય પર કેટલી થશે તે જાણવી જરૂરી છે.
ત્રુટિઓનું સંયોજન સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં થાય છે.
કોઇ એક પ્રયોગમાં $a,b, c $ અને $d$ એમ ચાર રાશિઓનું ક્રમશ: $1 \% ,2\% ,3 \%$ અને $4\%$ ની પ્રતિશત ત્રુટિ સાથે માપન કરવામાં આવે છે. $P$ રાશિની ગણતરી $P = \frac{{{a^3}{b^2}}}{{cd}}$ પ્રમાણે કરવામાં આવે છે. $P $ માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $100\,cm$ લંબાઈના લોલક વડે માપવામાં આવે છે જેમાં $25$ દોલનો માટે માપેલ સમય $50\,sec$ જેટલો મળે છે. સ્ટોપવોચની લઘુત્તમ માપશક્તિ $0.1\,sec$ અને મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ $0.1\,cm$ હોય તો $g$ ના મૂલ્યમાં મહતમ પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .
વિધાન: જ્યારે દળ અને વેગના માપન માં મળતી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $1\%$ અને $2\%$ હોય તો ગતિ ઉર્જામાં મળતી ટકાવાર ત્રુટિ $5\%$ હશે.
કારણ: $\frac{{\Delta E}}{E} = \frac{{\Delta m}}{m} + \frac{{2\Delta v}}{v}$
જો $a, b, c$ ના પરિમાણમાં જો $A, B$ અને $C$ એ પ્રતિશત ત્રુટિ હોય તો $ABC$ ની અંદાજીત ત્રુટિ કેટલી હશે ?