$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગ પર નિયમિત રીતે $+\mathrm{Q}$ વિધુતભાર વિતરીત થયેલ છે. તેની અક્ષ પર એક બિંદવત્ વિધુતભાર $-\mathrm{q}$ ની સ્થિતિઊર્જાની ગણતરી કરો અને રિંગના કેન્દ્રથી $\mathrm{z}$ - અક્ષ પર અંતર પરનું વિધેય સ્થિતિઊર્જાનો આલેખ દોરો. આલેખ પરથી તમે કહી શકશો કે જો $-\mathrm{q}$ વિધુતભારને રિંગના કેન્દ્ર પરથી અક્ષ પર થોડું ખસેડીએ તો શું થશે ?
$2g$ દળ ધરાવતી બુલેટ પરનો વિદ્યુતભાર $2 \,\mu C$ છે.સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી આ બુલેટનો વેગ $10 \,m/s$ જોઇતો હોય,તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાના તફાવતથી પ્રવેગિત કરવો જોઇએ?
$-q, Q$ સાથે $-q$ વિદ્યુતભારને એક સીધી રેખા પર સરખાં અંતરે ગોઠવવામાં આવે છે. જો આ ત્રણેય વિદ્યુતભારની પ્રણાલીની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $Q : q$ નો ગુણોતર કેટલો થશે?
નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.
વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.
આકૃતિ માં દર્શાવ્યા મુજબ $d$ બાજુવાળા ચોરસ $ABCD$ ના શિરોબિંદુઓ પર ચાર વિદ્યુતભારો ગોઠવેલ છે. $(a)$ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. $(b)$ ચાર વિદ્યુતભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર $q_0$ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે ?