શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.
દરેક પ્રકારના સજીવોને જીવિત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે આ ઊર્જા સજીવને તેના ખોરાકમાંથી મળે છે.
પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આ સરળ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે.
આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઑક્સિજન સાથે સંયોજાઇને ઊર્જા પૂરી પાડે છે. આવી પ્રક્રિયાને વિશિષ્ટ રીતે શ્વસન કરે છે જેમ કે,
${C_6}{H_{12}}{O_{6(aq)}}{\kern 1pt} + 6{O_{2(g)}} \to 6C{O_{2(g)}} + 6{H_2}{O_{(l)}} + $ ઉર્જા
ગ્લુકોઝ ઑક્સિજન
આમ, ઉપરોક્ત શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવતી હોવાથી તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે.
નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યાર બાદ તેઓને સમતોલિત કરો :
$(a)$ હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે.
$(b)$ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને (દહન પામીને) પાણી અને સલ્ફર ડાયૉક્સાઇડ આપે છે.
$(c)$ બૅરિયમ ક્લોરાઇડ ઍલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બૅરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે.
$(d)$ પોટૅશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે.
એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
''ક્ષારણ'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
આકૃતિમાં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.
પદાર્થ $‘X'$ નું દ્રાવણ ધોળવા (White Washing) માટે વપરાય છે.
$(i)$ પદાર્થ $'X'$ નું નામ આપો અને તેનું સૂત્ર લખો.
$(ii)$ $(i)$ માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ $'X'$ ની પાણી સાથેની પ્રક્રિયા લખો.