મેદાનના વિસ્તારોની તુલનામાં ઉત્તુંગ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં શા માટે વધુ સૂર્યપ્રકાશ અને નીચું તાપમાન હોય છે ?
ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.
સુષુપ્ત અવસ્થા શું છે અને તેનું મહત્ત્વ જણાવો.
ઉતર અમેરિકાના રણમાં કાંગારુ ઉંદર પાણીને લગતી તમામ જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે ?
તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
નીચેના માટે ઉદાહરણ આપો :
$(a)$ અંતઃઉષ્મીય પ્રાણીઓ
$(b)$ બાહ્ય-ઉષ્મીય પ્રાણીઓ
$(c)$ પાણીના તળિયે જોવા મળતા સજીવો (નિઃતલસ્થ સજીવો)