રમતોમાં શા માટે કેનાબિનોઇડ્સ માટે પ્રતિબંધ કરેલ છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રમતવીરો માદક પીડાહારક દવાઓ, એનાબોલિક સ્ટેરોઇડ્સ, ડાયયુરેટિક્સ (મૂત્રવર્ધક) દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ, માંસલ શક્તિનું પ્રમાણ વધારવા અને આક્રમકતાને વધારવા કરે છે,

જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી બને. મહિલાઓમાં એનાબોલિક સ્ટેરોઇડના ઉપયોગથી નર જાતિનાં લક્ષણો, આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર-ચઢાવ, માનસિક તણાવ, અનિયમિત માસિકચક્ર, ચહેરા અને શરીર પર રુવાંટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકામાં વધારો, અવાજ ઘેરો બનવો વગેરે જેવી આડઅસરો જોવા મળે છે.

જ્યારે પુરુષમાં ખીલ થવા, આક્રમકતામાં વધારો, મિજાજમાં ચઢાવ-ઉતાર, માનસિક તણાવ, શુક્રપિંડના કદમાં ઘટાડો, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો, છાતીનો ભાગ વધવો, અપરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી વગેરે લક્ષણો જોવા મળે છે. 

Similar Questions

આલ્કોહોલના બંધાણી વ્યક્તિને જે આલ્કોહોલ મળતું બંધ થઈ જાય તો તેમાં વિડ્રોઅલ લક્ષણો જોવા મળે છે. કોઈ પણ ચાર વિડ્રોઅલ લક્ષણો જણાવો.

વધુ પડતા સ્ટીરોઈડના ઉપયોગથી માદામાં કયા ફેરફારો જોવા મળે.

ઓપીએટિક નાર્કોટિક (અફીણ માદક) એ શું છે ?

  • [AIPMT 1993]

યોગ્ય જોડકાં જોડોઃ

  $(i)$  ઓપિયમ પોપી   $(p)$  કોફેન 
  $(ii)$  કેનાબીસ ઇન્ડિકા   $(q)$  $LSD$
  $(iii)$  ઈગ્રોટ ફૂગ   $(r)$  ગાંજો
  $(iv)$  ઈરીથ્રોઝાયલમ   $(s)$  અફીણ

 

તે મોરફીનનાં એસીટાઈલેશનથી પ્રાપ્ત થાય છે.