સમતલમાં થતી ગતિને કઈ બે ગતિઓનું સંયોજન ગણી શકાય ?
સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની શરૂઆતની સ્થિતિ $3 \hat{i}-8 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. તો અચળ પ્રવેગથી ગતિ કરે છે અને $4 \,s$ બાદ $2 \hat{i}+4 \hat{j}$ સુધી પહોચે છે. તેનો પ્રવેગ શું હશે?
$t = 0$ સમયે એક કણ $7 \hat{z} cm$ ઊચાઈએથી $z$ અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના $\hat{x}$ અને $\hat{y}$ દિશાઓમાં સ્થાન અનુક્રમે $3\,t$ અને $5 t ^3 $ મુજબ આપી શકાય છે. $t=1s$ એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)
સમતલમાં (દ્વિ-પરિમાણમાં) થતી અચળ પ્રવેગી ગતિનાં સમીકરણો $\overrightarrow v \, = \,\overrightarrow {{v_0}} \, + \overrightarrow a t$ અને $\overrightarrow r \, = \,\overrightarrow {{r_0}} \, + \overrightarrow {{v_0}} t\, + \,\frac{1}{2}g{t^2}$ મેળવો.