ઓહમનો નિયમ પ્રમાણે નીચેના માંથી શું સાચું છે?
પ્રવાહ વધતાં અવરોધ વધે છે
$V \rightarrow I$ નો આલેખ સુરેખા મળે છે.
વૉલ્ટેજ વધતાં પ્રવાહ વધે છે.
અવરોધ વધતાં પ્રવાહ વધે છે.
એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં $10\, V$ ની બૅટરી સાથે એક વિદ્યુતદીવો (ઇલેક્ટ્રિક લેમ્પ) અને $5\,\Omega $ ના એક સુવાહક તારને જોડતાં $1 \,A$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. વિદ્યુતદીવાના અવરોધનું મૂલ્ય શોધો.
હવે જો આ શ્રેણી-જોડાણને સમાંતર $10\,\Omega $ નો એક અવરોધ જોડવામાં આવે, તો $5\,\Omega $ ના સુવાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ તથા વિદ્યુતદીવાના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનમાં શું પરિવર્તન (જો હોય તો) થશે ? કારણ આપો.
શુદ્ધ પાણી એ વિદ્યુત માટે $\dots$તરીકે વર્તે છે.
કોઈ પ્રયોગ પરથી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ ધરાવતા વિદ્યુત-પરિપથના દરેક ભાગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ?
ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે?
$1\, m\,A =\ldots \ldots \ldots\, A$