લંબાઈના માપન માટે નીચે પૈકી કયું સાધન વધારે ચોકચાઇ વાળું મૂલ્ય આપે?

  • A

    વર્નિયર સ્કેલ પર $20$ કાંપા ધરાવતું વાર્નિયર કેલિપર્સ 

  • B

    $1\,\, mm$ પિચ અને વર્તુળાકાર સ્કેલ પર $100$ કાંપા ધરાવતો સ્ક્રૂ ગેજ 

  • C

    પ્રકાશની તરંગલંબાઈ માપી શકે તેવું પ્રકાશિય ઉપકરણ 

  • D

    ઉપકરણ બદલાતા ચોકચાઈનું માપ બદલાય નહીં.

Similar Questions

વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ $n$ કાંપા છે. વર્નિયરનો $n$ મો કાંપો મુખ્ય સ્કેલના $(\mathrm{n}-1)$ માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?

  • [NEET 2019]

એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર $100$ કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ $0.5\,mm$ અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી $6$ કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે $4$ રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો $46$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ $..........\times 10^{-2}\,mm$ થશે.

  • [JEE MAIN 2023]

વર્નિયર કેલીપર્સના મુખ્ય સ્કેલનો વિભાગ $m$ એકમોને બરાબર છે. જો મુખ્ય સ્કેલનો $n$મો વિભાગ વર્નિયર સ્કેલ પરના $(n+1)$ માં કાપા સાથે બંધ બેસે, તો વર્નિયર કેલીપર્સની લઘુત્તમ શક્તિ .......... થશે. 

  • [JEE MAIN 2024]

વર્નિયર કેલીપર્સમાં બંને જડબા બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો ડાબી બાજુ ખસે છે અને તેનો $4$ (ચોથો) વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો વર્નિયર સ્કેલના $50$ વિભાગો મૂખ્ય સ્કેલના $49$ વિભાગો બરાબર થાય અને અવલોકનમાં શૂન્ય ત્રુટિ $0.04 \mathrm{~mm}$ હોય તો મુખ્ય સ્કેલનાt $1 \mathrm{~cm}$ માં કેટલા વિભાગ હશે ?

  • [JEE MAIN 2024]

વર્નિયર કેલીપર્સની મદદથી ગોળાના વ્યાસ માપવામાં મુખ્ય સ્કેલના $9$ વિભાગો વર્નિયર સ્કેલના $10$ વિભાગો બરાબર થાય છે. મુખ્ય  સ્કેલ પર નાનામાં નાનો વિભાગ $1 \mathrm{~mm}$ નો છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $2 \mathrm{~cm}$ છે અન મુખ્ય સ્ક્લનો બીજો વિભાગ વર્નિયર સ્કેલ પરના વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો ગોળાનું દળ $8.635 \mathrm{~g}$ હોય તો ગોળાની ધનતા. . . . . . .થશે.

  • [JEE MAIN 2024]