(N/A) દ્રઢ પદાર્થની ચાકગતિમાં જડત્વની ચાકમાત્રા અને ટોર્કની ભૂમિકા એ સ્થાનાંતરિત ગતિમાં દળ અને બળની ભૂમિકા જેવી જ છે.
દ્રઢ પદાર્થની ચાકગતિમાં,માત્ર ભ્રમણાક્ષને સમાંતર ટોર્કના ઘટકો જ ધ્યાનમાં લેવા જોઈએ,કારણ કે આ ઘટકો પદાર્થને અક્ષની સાપેક્ષે ફેરવવા માટે જવાબદાર છે.
ભ્રમણાક્ષને લંબ ટોર્કના ઘટકો અક્ષને તેની સ્થિતિમાંથી ફેરવવાનો પ્રયત્ન કરે છે. આ લંબ ઘટકોની અસરને નાબૂદ કરવા માટે,આધાર દ્વારા જરૂરી પ્રતિક્રિયા ટોર્ક ઉત્પન્ન થાય છે,જેથી અક્ષ સ્થિર રહે છે. તેથી,ટોર્કના લંબ ઘટકોને ધ્યાનમાં લેવા જોઈએ નહીં.
ટૂંકમાં,ટોર્કની ગણતરી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
$(1)$ આપણે ફક્ત તે જ બળોને ધ્યાનમાં લઈએ છીએ જે અક્ષને લંબ સમતલમાં હોય છે.
$(2)$ આપણે ફક્ત સ્થાન સદિશના તે જ ઘટકોને ધ્યાનમાં લઈએ છીએ જે અક્ષને લંબ હોય છે.