એક લાંબા તાર પર થોડુક વજન લગાવતા તેની લંબાઈમાં $1\, cm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બીજા તાર જેનું દ્રવ્ય અને લંબાઈ સરખી પરંતુ વ્યાસ પહેલા તાર કરતાં અડધો છે, પર લગાવવામાં આવે તો લંબાઈમાં ........ $cm$ વધારો થાય .
$0.5$
$2$
$4$
$8 $
$\Delta ABC$ સમબાજુ ત્રિકોણની $AB$ અને $BC$ બાજુઓ બે તાંબાના સળિયા અને બીજી બાજુ એક એલ્યુમિનિયમનો સળિયો છે. તેને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી દરેક સળિયાનું તાપમાન $\Delta T$ જેટલું વધે, તો ખૂણા $\angle ABC$ માં ફેરફાર શોધો. (તાંબાનો રેખીય પ્રસરણાંક $\alpha _1$ અને એલ્યુમિનિયમનો રેખીય પ્રસણાંક $\alpha _2$ છે.)
$10\, {kg} {ms}^{-2}$ વજન,$100\, {cm}^{2}$ આડછેડનું ક્ષેત્રફળ અને $20\, {cm}$ લંબાઈ ધરાવતા એક ભારે સળિયાને દઢ આધાર પરથી લટકાવેલ છે. સલિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \,{Nm}^{-2}$ છે. તેની બાજુનું સંકોચન અવગણીને સલિયાના પોતાના વજનને કારણે તેની લંબાઈમાં થતો વધારો ($\times 10^{-10} {m}$ ના ગુણાંકમાં) કેટલો હશે?
તારનો એક છેડો છત સાથે જડિત છે અને બીજા છેડાથી $2 \mathrm{~kg}$ નું દળ લટકાવેલ છે. આવો સમાન બીજો તાર ભારના છેડે થી લટકાવવામાં આવે છે અને નીચેના તારને છેડે $1 \mathrm{~kg}$ નું દળ લટકાવવામાં આવે છે. તો ઉપરના તારમાં અને નીચેના તારમાં પ્રવર્તતી સંગતવિકૃતિતોનો ગુણોત્તર_____________હશે.
[તારનો આડઇેદનું ક્ષેત્રણ $=0.005 \mathrm{~cm}^2 \gamma=2 \times 10^{11} \mathrm{Nm}^{-2}$ અને $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ ]
$4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
$r$ ત્રિજયાના તાર પર $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય છે જો આ વજન $4W$ અને ત્રિજ્યા $2r$ કરી દેવામાં આવે તો લંબાઈમાં ..... $mm$ વધારો થશે.