ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો ? તે કઈ રીતે ખોટો હતો ? એના ખ્યાલમાં શું ભૂલ હતી ?
ગ્રીક તત્વચિતંક એરિસ્ટોટલે વ્યવહારમાં થતાં અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત્ ચાલુ રાખવા માટે કઈક બાહ્ય બળ જરૂરી છે. જેને એરિસ્ટોટલનો નિયમ કે છે. તેના મત મુજબ ધનુષ્યમાંથી છોડેલું તીર ઉડ્યા કરે છે કારણ કે તીરની પાછળની હવા તેને આગળ ધકેલે છે.
આ મત, વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે, એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો જે ખોટો હોવાનું જણાંયું છે.
વિશ્વમાં ધન પદાર્થો માટે ધર્ષણ અને તરલ પદાથો માટે શ્યાનતા જેવાં ગતિનો વિરોધ કરનારા બળો હંમેશાં હાજર હોય છે તેથી પદાર્થોની નિયમિત ગતિ યાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વે બળ લગાડવાની જરૂર પડે છે.
આ પરથી એરિસ્ટેટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના મૂળભૂત નિયમ તરીકે ગ્રહી લીધો.
નીચેના દરેક કિસ્સામાં $0.1 \,kg$ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો :
$(a)$ સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(b)$ $36 \,km/h$ ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(c)$ $1\; m s^{-2}$થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત
$(d)$ $1\; m s^{-2}$ થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે. દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અનુક્રમે બે દળો $10 \,kg$ અને $20 \,kg$ નો દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે , $20\, kg$ દળ પર $200 \;N$ દળ લાગે છે. તે જ સમયે. $10 \,kg$ નો દળ જમણી બાજુ $12 \,m / s ^2$ નો પ્રવેગ ધરાવે છે. તે જ ક્ષણે $20 \,kg$ દળનો પ્રવેગ ................. $m / s ^2$ છે
એક કણ પર બે બળો લાગતાં હોય ત્યારે તેના સંતુલન માટેની શરત લખો.
$5\, kg$ દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ $10 \,N$ નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.