બર્નુલીનું સમીકરણ કેવા તરલને લાગુ પાડી શકાય છે ?
જ્યારે ટ્રેન ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પાસેથી પસાર થતી હોય ત્યારે પ્લેટફોર્મની ધારની નજીક ઊભા રહેવું જોખમી છે. સમજાવો.
એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને $P$ પાસ્કલ દબાણ હોય ત્યાં $v\;ms^{-1}$ વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ $\frac{ P }{2}$ હોય ત્યાં તેનો વેગ $V\;ms^{-1}$ છે. જો પ્રવાહીની ઘનતા $\rho\, kg\, m ^{-3}$ અને પ્રવાહ ધારારેખી હોય તો $V$ કેટલો હશે?
એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .)
ઉડ્ડયન પહેલા વિમાનને રન-વે પર અમુક અંતર સુધી દોડાવવું પડે છે. કેમ ?
એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$