આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળીયાને અક્ષના અનુલક્ષમાં બળ આપવામા આવે છે. $E$ એ સ્થિતીસ્થાપકતા અંક છે. $A$ આડછેદનું ક્ષેત્રફળ છે. તો તેમા થતુ વિસ્તરણ .....
$d$ ઘનતા ધરાવતા એક જાડુ રબર જેની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેને લટકાવેલ છે. તેના પોતાના વજનને લીધે તેની લંબાઈમાં વધારો થાય છે તો આ વધારો કોના સમપ્રમાણમાં હોય ?
$0.25\, cm$ વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલો છે. આકૃતિ મુજબ તેમને ભારિત કરેલ છે. ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ $1.5\, m$ અને પિત્તળના તારની લંબાઈ $1.0\, m$ છે.સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતાં વધારાની ગણતરી કરો.
$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ $Y\, N/m^2$ છે,તો સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઇ અને $r/2$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ કેટલો થાય?
$2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___