બીજ $( \mathrm{The\,\, seed} )$ એટલે શું ? એકદળી અને દ્વિદળી બીજની રચના આકૃતિ સહિત વર્ણવો.
$\Rightarrow$ બીજ : ફલિત અંડકને બીજ કહે છે,
$\Rightarrow$ બીજ બીજાવરણ અને ભૂણ (Embryo) નું બનેલું છે. .
$\Rightarrow$ ભૂણ એ ભૃણમૂળ, ભૂધરી અને એક બીજપત્ર (ઘઉં - Wheat અને મકાઈ - Maize) કે બે બીજપત્રો (ચણા - Gram અને વટાણા - peaનો બનેલો છે.
$(a)$ દ્વિદળીઓના બીજની રચના (Structure of a Dicotyledonous Seed) :
$\Rightarrow$ બીજનું સૌથી બહારનું, બીજને ઢાંકતું આવરણ એ બીજાવરણ છે.
$\Rightarrow$ બીજાવરણ બે સ્તરો ધરાવે છે. બહારનું બાહ્યબીજાવરણ (Testa) અને અંદરનું અંતઃબીજાવરણ (Tegmen).
$\Rightarrow$ બીજકેન્દ્ર (Hilum) એ બીજાવરણ પર ચાઠા (Scar) જેવી રચના છે. જે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે.
$\Rightarrow$ બીજકેન્દ્ર ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર (Micropyle) કહે છે.
$\Rightarrow$ બીજાવરણની અંદર ભૂણ હોય છે જે ભૂણીય ધરી અને બે બીજપત્રો ધરાવે છે. બીજપત્રો ઘણીવાર માંસલ અને સંચિત ખોરાક દ્રવ્યોથી ભરેલાં હોય છે.
$\Rightarrow$ ભૂણધરીના એક છેડે ભૃણમૂળ (આદિમૂળ) અને બીજા છેડે ભૂણાગ્ર (પ્રાંકુર) હોય છે.
$\Rightarrow$ એરંડી જેવા કેટલાંક બીજોમાં બેવડા ફલનને પરિણામે ભૂણપોષ (Endosperm)નું નિર્માણ થાય છે જે ખોરાક સંગ્રાહક પેશી છે.
$\Rightarrow$ વાલ, વટાણા અને ચણા જેવી વનસ્પતિઓમાં પરિપક્વ બીજોમાં ભૂણપોષ ગેરહાજર હોય છે. આવા બીજને અધૂણપોષી બીજ (Non-endospermic Seed) કહે છે.
$(b)$ એકદળી બીજની રચના (Structure of a Monocotyledonous seed):
$\Rightarrow$ સામાન્ય રીતે, એકદળીઓનાં બીજ ભૂણપોષી છે. પરંતુ ઑર્કિડ જેવા કેટલાંકમાં અભૂણપોષી છે.
$\Rightarrow$ મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળાં (ત્વચીય) છે અને સામાન્યતઃ ફળની દીવાલ સાથે જોડાયેલા છે
$\Rightarrow$ ભૂણપોષ જથ્થામય છે અને ખોરાકસંગ્રહ કરે છે.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.
$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.
.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.
મકાઈનું બીજ ધરાવે.
નાળિયેરીનું પાણી અને નાળિયેળીનો ખાદ્ય ભાગ .......ને સમાન હોય છે.
દ્વિદળી બીજની રચના સમજાવો.