લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?
માપન માટેના સાધન વડે માપી શકાતાં નાનામાં નાનાં માપને તે સાધનનું લધુતમ માપ (Least Count) કહે છે. જે તે સાધનથી મપાયેલા માપનો તેના લધુતમ માપ જેટલા જ સચોટ છે.
લધુતમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટિ છે.
ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર્સનું લઘુતમ માપ $0.01 \mathrm{~cm}$ સ્ફેરોમીટર અને માઈક્રોમીટર સ્ક્રૂગેજનું લઘુતમ માપ $0.001 \mathrm{~cm}$ છે.
લઘુતમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે પણ તેનું પ્રમાણ સિમિત હોય છે.
આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે.
આપણી મીટરપટ્ટીનું લઘુતમ માપ $0.1 \mathrm{~cm}$ જેટલું હોય છે.
સુધારેલ પ્રયોગ પદ્ઘતિ અને વધુ સચોટતા ધરાવતા સાધનોનો ઉપયોગ કરીને લધુતમ માપ ત્રુટિ ધટાડી શકાય છે.
ઘણીવાર અવલોકનનું પુનરાવર્તન કરીને મળતાં બધાંજ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મેળવીઓ તો તે સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે.
ભૌતિક રાશિ $y$ ને $y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}$ સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો $y, m, r, l$ અને $g$ માં પ્રતિશત ત્રુટિ $18,1,0.5,4$ અને $p$ હોય, તો $x$ અને $p$ નું મૂલ્ય કેટલું હોય શકે?
એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા $Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}$ સૂત્રનો ઉપયોગ કરે છે. $g$ નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર $9.8 \,{m} / {s}^{2}$ છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે.
ભૌતિક રાશિ | માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ | અવલોકનનું મૂલ્ય |
દળ $({M})$ | $1\; {g}$ | $2\; {kg}$ |
સળિયાની લંબાઈ $(L)$ | $1 \;{mm}$ | $1 \;{m}$ |
સળિયાની પહોળાય $(b)$ | $0.1\; {mm}$ | $4 \;{cm}$ |
સળિયાની જાડાઈ $(d)$ | $0.01\; {mm}$ | $0.4\; {cm}$ |
વંકન $(\delta)$ | $0.01\; {mm}$ | $5 \;{mm}$ |
તો $Y$ ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?
પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગ કેટલો થશે?
આપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા ત્રુટિ નક્કી કરવાના નિયમો ઉદાહરણ દ્વારા સમજાવો.
વિધાન: ગોળા ની ત્રિજયાના માપન માં મળેલી ત્રુટિ $0.3\%$ છે. તો તેના પૃષ્ઠભાગ માં મળતી અનુમાનિત ત્રુટિ $0.6\%$ થશે.
કારણ: અનુમાનિત ત્રુટિ $\frac{{\Delta A}}{A} = \frac{{4\Delta r}}{r}$ સમીકરણ વડે મેળવી શકાય.