(N/A) કુદરતી આવૃત્તિ ધરાવતી દોલન પ્રણાલીને નોર્મલ મોડ કહેવામાં આવે છે.
શક્ય લઘુત્તમ કુદરતી આવૃત્તિને ફંડામેન્ટલ મોડ અથવા પ્રથમ હાર્મોનિક કહેવામાં આવે છે.
સ્થિત તરંગો માટે બંને છેડે જડેલી તણાવયુક્ત દોરીની આવૃત્તિ:
$v = \frac{n v}{2 L} \quad \dots (1)$
$v = \frac{v}{\lambda}$ મૂકતા:
$L = \frac{n \lambda}{2} \quad \dots (2)$
અને $\lambda = \frac{2 L}{n} \quad \dots (3)$ જ્યાં $n = 1, 2, 3, \dots$
જો $n = 1$ હોય,તો:
$v_1 = \frac{v}{2 L}$,$L = \frac{\lambda_1}{2}$ અને $\lambda_1 = 2 L$ મળે છે. અહીં $v_1$ ને ફંડામેન્ટલ અથવા પ્રથમ હાર્મોનિક કહેવાય છે.
જો $n = 2$ હોય,તો:
$v_2 = \frac{v}{L} = 2 v_1$,$L = \lambda_2$ અને $\lambda_2 = L$ મળે છે. અહીં $v_2$ ને દ્વિતીય હાર્મોનિક કહેવાય છે.
જો $n = 3$ હોય,તો:
$v_3 = \frac{3 v}{2 L} = 3 v_1$,$L = \frac{3 \lambda_3}{2}$ અને $\lambda_3 = \frac{2}{3} L$ મળે છે. અહીં $v_3$ ને તૃતીય હાર્મોનિક કહેવાય છે.