ઊભયગુણી ઑક્સાઇડ એટલે શું ? ઊભયગુણી ઑક્સાઇડનાં બે ઉદાહરણો આપો.
ઉભયગુણી ઑક્સાઇડ : ધાત્વીય ઑક્સાઇડ કે જે ઍસિડ અને બેઇઝ એમ બંનેના ગુણધર્મો ધરાવતા હોય તો તેમને ઉભયગુણી ઑક્સાઇડ કહેવાય છે.
એટલે કે આવા ઉભયગુણી ઑક્સાઇડ ઍસિડ અને બેઇઝ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવી શકે છે.
દા.ત., ઉદાહરણ : $ZnO$ (ઝીંક ઓકસાઈડ)
$Al_2O_3$ (એલ્યુમિનિયમ ઓકસાઈડ)
$ZnO(s)+2 HCl (a q) \rightarrow $ $ZnCl _{2}(a q)+ H _{2} O (l)$
ઝીંક ઓકસાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ ઝીંક ક્લોરાઈડ
(બેઈઝ તરીકે)
$ZnO (s) \quad+2 NaOH (a q) \rightarrow Na _{2} ZnO _{2}(a q)+ H _{2} O (l)$
ઝીંક ઓકસાઈડ સોડિયમ હાઈડ્રોક્સાઈડ સોડિયમઝીંકેટ
(એસિડ તરીકે)
કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી ?
લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો.
$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.
$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.
$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?
જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.
કારણ આપો : પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.