જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.
રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો.
કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.
કારણ આપો : કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે.
એવી ધાતુનું ઉદાહરણ આપો :
$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.
$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.
$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.
$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.