${r}_{1}$ અને ${r}_{2}$ $\left({r}_{1}<{r}_{2}\right)$ ત્રિજયા ધરાવતા બે ધાતુના પાતળા કવચના કેન્દ્ર એક બીજા પર સંપાત થાય છે. બંને કવચની વચ્ચેની જગયા ${K}$ જેટલી ઉષ્માવાહકતા ધરાવતા દ્રવ્યથી ભરેલી છે. અંદરની કવચ $\theta_{1}$ તાપમાને અને બહારની કવચ $\theta_{2}\left(\theta_{1}<\theta_{2}\right)$ તાપમાને રાખેલ છે. આ દ્રવ્યમાં ત્રિજ્યાવર્તી દિશામાં ઉષ્મા વહનનો દર કેટલો હશે?
$\frac{4 \pi {Kr}_{1} {r}_{2}\left(\theta_{2}-\theta_{1}\right)}{{r}_{2}-{r}_{1}}$
$\frac{\pi{r}_{1} {r}_{2}\left(\theta_{2}-\theta_{1}\right)}{{r}_{2}-{r}_{1}}$
$\frac{{K}\left(\theta_{2}-\theta_{1}\right)}{{r}_{2}-{r}_{1}}$
$\frac{{K}\left(\theta_{2}-\theta_{1}\right)\left({r}_{2}-{r}_{1}\right)}{4 \pi {r}_{1} {r}_{2}}$
સ્લેબની બહારનો ચોરસ ભાગ સરખી જાડાઈનો બનેલો છે અને તે આયર્ન અને બ્રાસનું બનેલ છે. જ્યારે મટીરીયલ $100^{\circ} C$ અને $0^{\circ} C$ તાપમાને અનુક્રમે છે. તેમની વચ્ચેનું તાપમાન .......... $^{\circ} C$ હશે. ($K$આયર્ન $=0.2$ અને $K$ બ્રાસ $=0.3$ પ્રમાણે છે.)
$L$ લંબાઇના અને સમાન આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતા સળિયાના બંને છેડાઓને $T_1$ અને $T_2\;(T_1>T_2)$ તાપમાને રાખવામાં આવેલ છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં આ સળિયામાંથી વહન પામતી ઉષ્માનો દર $\frac{{dQ}}{{dt}}$ શેના વડે આપવામાં આવે?
બ્રાસના એક સળિયાનો છેડો $2\;m$ લાંબો છે તેના $1\,cm$ ત્રિજ્યાને $250\,^oC$તાપમાને રાખેલો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેના કોઈ પણ આડછેદમાં ઉષ્માના વહનનો દર $0.5\,\, cal \,\,S^{-1}$ બીજા છેડાનું તાપમાન ...... $^oC$ થાય. $ 0.26\,\, cal\,\, s^{-1} {cm^{-1} }^o C^{-1}$
ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?
$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.$0^{\circ}\,C$ એ બરફ ધરાવતા ખોખાને $40^{\circ} C$ તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ $......$ થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા $3.4 \times 10^5\,J\,kg ^{-1}$ અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા $0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}$છે.