બે પદાર્થો (દડા) એકસાથે ક્રમશઃ તેમના પ્રારંભિક વેગ $u_1$ તથા $u_2$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો દર્શાવો કે તેમના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈઓ $u_{1}^{2}: u_{2}^{2}$ ગુણોત્તરના પ્રમાણમાં છે.
(અહીં પદાર્થ (દડા)ની ઊર્ધ્વગતિ માટે પ્રવેગ $-g$ તથા અધોદિશામાં ગતિ માટે પ્રવેગ $+ g$ લો.)
આપણે જાણીએ છીએ કે ઊર્ધ્વગતિ માટે,
$v^{2}=u^{2}-2 g h$ or $h=\frac{u^{2}-v^{2}}{2 g}$
પરંતુ, અંતિમ વેગ $v=0$
તેથી, $h=u^{2} / 2 g$
પહેલા દડા માટે $h_{1}=u_{1}^{2} / 2 g$
બીજા દડા માટે, $h_{2}=u_{2}^{2} / 2 g$
આ જ પ્રમાણે $\frac{h_{1}}{h_{2}}=\frac{u_{1}^{2} / 2 g}{u_{2}^{2} / 2 g}=\frac{u_{1}^{2}}{u_{2}^{2}}$
આમ, $h_{1}: h_{2}=u_{1}^{2}: u_{2}^{2}$
અહીં દર્શાવેલ $v \to t$ ના આલેખ પરથી પદાર્થની ગતિ માટે શું અનુમાન કરી શકાય ?
કોઈ પણ ગતિમાન પદાર્થ માટે તેના સ્થાનાંતર અને કાપેલા અંતરના ગુણોત્તરનું સંખ્યાત્મક મૂલ્ય ...... થાય.
નિયમિત વેગ(અચળ વેગ)થી ગતિ કરતાં પદાર્થના કિસ્સામાં ગતિનાં સમીકરણો કેવી રીતે બદલાય છે ?
$v -t$ ના આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક -રાશિનો એકમ કયો થાય ?
એક પથ્થર શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકતાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ત્યાંથી પાછો નીચે આવે છે, તો તેની ગતિ માટે વેગ-સમયનો આલેખ દર્શાવો.