બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે $30^{\circ}$ અને $45^{\circ}$ ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ?
$1: \sqrt{2}$
$2: 1$
$\sqrt{2}: 1$
$1: 2$
એક માણસ મહત્તમ $100\,m$ ની રેન્જ સુધી બોલ ફેંકી શકે છે. તે જમીનથી ઉપર કેટલે ઊંચે સુધી બોલને ફેંકી શકે ?
જમીન પરથી પ્રક્ષિપ્ત થયેલો કણ પ્રક્ષેપણની એક સેકંડ પછી સમક્ષિતિજથી $45^{\circ}$ ખૂણે ગતિથી કરે છે અને બે સેકંડ પછીથી લધુત્તમ ગતિ મેળવે છે. આ માટે પ્રક્ષેપણનો ખૂણો શોધો [હવાના અવરોધને અવગણો]
તીતી ધોડો $1.6 \,m$ અંતર સુધી મહત્તમ જંપ મારી શકે છે,તો $10 \,seconds$ માં તે કેટલું અંતર કાપશે?
એક કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે $\alpha $ ખૂણે ફેકવામા આવે અને બીજા કણ ને તે જ વેગથી જ શિરોલંબ સાથે $\alpha$ ખૂણે ફેકવામા આવે તો તેમના ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો થાય?
પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $(R)$ નું મૂલ્ય તેની મહત્તમ ઊંચાઈ કરતાં $n$ ગણું છે, તો પ્રક્ષિપ્ત શોધો.