કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને $Y-$ આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ $4 $ $cm^2$ છે.કોપર સળિયાના છેડે $100^o $ $C$ તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે $ 0^o $ $C$ તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે $46,13 $ અને $12$ cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.92,0.26 $ અને $ 0.12 $ $CGS $ એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... $cal\, s^{-1}$
$2.4$
$4.8 $
$6.0$
$1.2$
બરફનાં બોક્ષનો ઉપયોગ $1 metre^{2}$ ક્ષેત્રફળ અને $5.0\,\, cm$ જાડાઈને ખાધ પદાર્થને ઠંડુ રાખવા ઉપયોગમાં લેવામાં આવે છે. બરફના બોક્ષની ઉષ્માવાહકતા $K= 0.01 \,\,joule/metre - °C$ તેને ખાધ પદાર્થ સાથે $0°C$ તાપમાને $30°C$ દિવસનું તાપમાન હોય ત્યારે ભરવામાં આવે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $334 × 10^{3}\,\, joule / kg$ છે. એક દિવસમાં પીગળતો બરફ નો જથ્થો ..... $kg$ શોધો.
$0.36\; m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $0.1\; m$ જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાને વરાળ સાથે સંપર્કમાં છે. ઉપરની સપાટી $0^{\circ} C$ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. એક કલાકમાં $4.8 \;kg$ બરફ પીગળે છે. આ પથ્થરની ઉષ્માવાહકતા ........ $J / m / s /{ }^{\circ} C$ હશે?
(આપેલ : બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.36 \times 10^5\; J kg ^{-1}$)
$0.15\, m^2$ પાયાનું ક્ષેત્રફળ ધરાવતા પિત્તળનાં બોઇલરની જાડાઈ $1.0\, cm$ છે. તેને ગેસસ્ટવ પર મૂકતાં તે $6.0\, kg/min$ ના દરથી પાણી ઉકાળે છે. બોઇલરનાં સંપર્કમાં રહેલી જ્યોતનાં તાપમાનનું અનુમાન કરો. પિત્તળની ઉષ્માવાતા $= 109\, J\,s^{-1}\,m^{-1}\,K^{-1}$ , પાણીની બાષ્પાયન ઉષ્મા $=2256 \times 10^3\, J\,kg^{-1}$.
સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?
જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........