સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા બે તારમાં બીજા તારનો વ્યાસ પહેલા તારના વ્યાસ કરતાં બમણો છે.બંનેમાં સમાન વજન જોડવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIIMS 2013]
  • A

    $1 : 1$

  • B

    $2 : 1$

  • C

    $1 : 2$

  • D

    $4 : 1$

Similar Questions

બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તારની લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $2:1$ છે જ્યારે તેને બળ $F_A$ અને $F_B$ વડે ખેચીને લંબાઈમાં સરખો વધારો કરવામાં આવે તો $F_A/F_B$ =_______

તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______

તાર પર બળ લગાવતા તેની લંબાઈમાં $1 mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતો પરંતુ જેના આડછેદની ત્રિજ્યા અડધી છે તેના પર પહેલા કરતાં બમણું બળ લગાવવામાં આવે તો તારની લંબાઈમાં($mm$ માં) કેટલો વધારો થાય?

$2.5 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $100 \,kg wt$ દળ લટકાવતા તેની લંબાઈમાં થતો વધારો .............. $\%$ ટકાવારીમાં દર્શાવો. તારનો યંગ મોડ્યુલસ $=12.5 \times 10^{11} \,dyne / cm ^2$

સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?

  • [AIPMT 2015]