$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી નળીમાંથી દર સેકન્ડે બહાર નીકળતા પ્રવાહીનું કદ $V\, = \,\frac{{\pi p{r^4}}}{{8\eta l}}$ માં છે, જ્યાં $p$ $=$ નળીના બે છેડા વચ્ચેના દબાણનો તફાવત અને  $\eta $ $=$ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે જેનું પારિમાણિક સૂત્ર $[M^1L^{-1}T^{-1}] $ છે તો પારિમાણિક દૃષ્ટિએ આ સમીકરણ સાચું છે કે ખોટું ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમીકરણની બંને બાજુના પરિમાણ સમાન હોય તો તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય.

$\therefore V =\frac{\pi p r^{4}}{8 \eta l}$ માં $\pi$ અને $8$ પરિમાણરહિત છે.

બંને બાજુના પરિમાણ લેતાં,

$\left[ M ^{0} L ^{3} T ^{-1}\right]=\frac{\left[ M ^{1} L ^{-1} T ^{-2}\right]\left[ L ^{4}\right]}{\left[ M ^{1} L ^{-1} T ^{-1}\right]\left[ L ^{1}\right]}=\left[ M ^{0} L ^{3} T^{-1}\right]$

$\therefore$ બંને બાજુના પરિમાણ સમાન છે તેથી આ સમીકરશ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે.

Similar Questions

$\frac{d y}{d x}=z w \sin \left(w t+\phi_0\right)$ માં $\left(w t+\phi_0\right)$ માટે પરિમાણ સૂત્ર

સમય $t$ અને સ્થાનનાતર $x$ ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે. 
${F}={A} \cos {Bx}+{C} \sin {Dt}$
તો $\frac{{AD}}{{B}}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [JEE MAIN 2021]

કોઈ વાયુનું અવસ્થા સમીકરણ $\left( {P + \frac{a}{{{V^2}}}} \right) = \frac{{b\theta }}{l}$ મુજબ આપવામાં આવે છે. જ્યાં $P$ એ દબાણ, $V$ એ કદ, $\theta$ નિરપેક્ષ તાપમાન દર્શાવે અને $a$ અને $b$ અચળાંકો છે. $a$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIPMT 1996]

પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.

$s$ પૃષ્ઠતાણ હેઠળ દોલનો કરતાં અને ઘનતા $d$, ત્રિજ્યા $r$ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોના આવર્તકાળ $t$ ને $t = \sqrt {{r^{2b}}\,{s^c}\,{d^{a/2}}} $ સમીકરણથી દર્શાવી શકાય છે. તેવું જોવા મળે છે કે આવર્તકાળ $\sqrt {\frac{d}{s}} $ ના સમપ્રમાણમાં છે. તો $b$ નું મૂલ્ય કેટલું થાય?

  • [JEE MAIN 2013]