(N/A) પરિસ્થિતિકીય તંત્રમાં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત હોય છે અને સામાન્ય રીતે તે $4$ કે $5$ થી વધુ હોતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે દરેક ક્રમિક પોષક સ્તરે ઉર્જાનો પ્રવાહ નોંધપાત્ર રીતે ઘટે છે.
ઉર્જા સ્થાનાંતરના $10 \%$ ના નિયમ મુજબ,એક પોષક સ્તરે ઉપલબ્ધ ઉર્જાના માત્ર $10 \%$ જ આગળના સ્તરે સ્થાનાંતરિત થાય છે. બાકીની ઉર્જા સજીવો દ્વારા જૈવિક પ્રક્રિયાઓ જેવી કે શ્વસન,વૃદ્ધિ અને પ્રજનન માટે વપરાય છે અથવા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે.
જો પોષક સ્તરોની સંખ્યા વધારે હોય,તો ઉચ્ચ સ્તરો પર બાકી રહેલી ઉર્જા સજીવોની ચયાપચયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી હોય છે. તેથી,આહાર શૃંખલા કુદરતી રીતે $4$ થી $5$ પોષક સ્તરો સુધી મર્યાદિત રહે છે.
ઉદાહરણ:
$\text{સૂર્યપ્રકાશ } (30,000 \text{ J}) \xrightarrow{1\% \text{ શોષણ}} \text{વનસ્પતિ } (300 \text{ J}) \xrightarrow{10\% \text{ સ્થાનાંતરણ}} \text{હરણ } (30 \text{ J}) \xrightarrow{10\% \text{ સ્થાનાંતરણ}} \text{વાઘ } (3 \text{ J})$.