આકૃતિમાં બતાવેલ ચોરસ $ABCD$ ની લંબાઈ $42$ સેમી છે. ચોરસની દરેક બાજુ પર અર્ધવર્તુળ દોરીને છાયાંકિત ચિત્રની રચના કરવામાં આવી છે. આ છાયાંકિત ચિત્રનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
$1008$
$1013$
$1248$
$1140$
$28$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળના એક લઘુચાપની લંબાઈ $22$ સેમી છે. તે ચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો તથા તે ચાપથી બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.
એક વર્તુળની ત્રિજ્યા $12$ સેમી છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$
એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $63$ મી છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ $50$ પ્રતિ મી લેખે કેટલો થશે? આ મેદાનને સમથળ કરવાનો ખર્ચ ₹ $40$ પ્રતિ મી$^2$ લેખે કેટલો થશે ?
એક ઘડિયાળના મિનિટ-કાંટાની લંબાઈ $10.5$ સેમી છે. $2.25$ થી $2.40$ ના સમયગાળામાં તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે ? (સેમી$^2$ માં)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ $ABCD$ ની લંબાઈ $35$ સેમી છે તથા તેની બાજુઓ $\overline{ AB }$ અને $\overline{ CD }$ પર અર્ધવર્તુળ દોરેલ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)