લાકડાના ટુકડાની લંબાઈ $l $ પહોળાઈ $b$ અને જાડાઈ $ t $ છે જે માપ પટ્ટીની મદદથી આપેલ છે. શક્ય ત્રુટિઓ સાથેનું પરિણામ $l= 15.12 \pm 0.01 \,cm$ , $b = 10.15 \pm 0.01 \,cm, t = 5.28 \pm 0.01 \,cm $ છે. કદમાં યોગ્ય સાર્થક આંકના સંદર્ભમાં પ્રતિશત ત્રુટિ........ $\%$ હશે .
$0.28$
$0.36$
$0.48$
$0.64$
ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ $\%$
કોલમ $-I$ માં ઉપકરણ અને કોલમ $-II$ માં તેમની લઘુતમ માપશક્તિ આપેલી છે તો તેમને યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ માઇક્રોસ્કોપ | $(a)$ $0.01\,cm$ |
$(2)$ માઇક્રોમીટર સ્ક્રૂગેજ | $(b)$ $0.001\,cm$ |
$(c)$ $0.0001\,cm$ |
રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $ 2\%, 1\% $ અને $1\%$ છે તો ભૌગોલિક અક્ષ $J$ નું કોણીય વેગમાન $ I \omega $ ની મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.
જુલના ઉષ્માના નિયમો અનુસાર ઉત્પન્ન થતી ઉષ્મા $ H = I^2Rt $ છે કે જ્યાં $I$ વિદ્યુત પ્રવાહ, $R$ અવરોધ અને $t $ સમય છે જો $I, $ $ R$ અને $t$ ના માપનમાં આવતી ત્રુટિ અનુક્રમે $3\%, 4\%$ અને $ 6\%$ હોય તો $ H $ ના માપનમાં આવતી ત્રુટિ કેટલી?
ગુરુત્વાકર્ષણને લીધે આવતા પ્રવેગને સાદા લોલકનો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સાપેક્ષ ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?