મૂળનાં આવશ્યક કાર્યોમાં સ્થળજ (ભૂમીય) વનસ્પતિઓને આધાર સાથે સ્થાપિત કરવાનું અને પાણી અને ક્ષારોનું શોષણ કરવાનું છે. જલજ વનસ્પતિમાં મૂળનાં ક્યાં કાર્યો સંકળાયેલાં છે ? સ્થળ અને જલજ વનસ્પતિના મૂળમાં શું તફાવત છે ?
સામાન્ય રીતે સ્થળજ મૂળ શાખાઓનું જાળું દર્શાવે છે. જે વનસ્પતિને જમીનમાંથી પાણી, ક્ષારોનું શોષણ કરવાનું અને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.
જ્યારે જલજ વનસ્પતિમાં તેમના સામાન્ય કાર્યોનાં રૂપાંતરો અને વિચલનો જોવા મળે છે. ઉદા., શિંગોડા, ગળો જેવી વનસ્પતિમાં મૂળ લીલાં અને ખૂબ જ શાખિત હોય છે. જે પ્રકાશસંશ્લેષણ માટેનો વિસ્તાર વધારે છે. જ્યારે જ્યુસીયા જેવી વનસ્પતિમાં તે ફુગ્ગા જેવાં બને છે, કારણ કે, હવા પાણીની બહાર તરફ આવે છે. જેથી વનસ્પતિ પાણી ઉપર તરી શકે અને વાતવિનિમય કરી શકે.
જલજ વનસ્પતિના મૂળ અને સ્થળજ વનસ્પતિના મૂળ વચ્ચેનો તફાવત.
જલજ વનસ્પતિ | સ્થળજ વનસ્પતિ |
$(1)$ મૂળ ગેરહાજર હોય, ઉદા., વુલ્ફીયા. જો મૂળ હાજર તે સારી રીતે વિકાસ પામેલાં હોતા નથી.સામાન્ય રીતે પાતળાં અસ્થાનિક મૂળ હોય છે. | $(1)$ મૂળ સુવિકસિત મૂળટોપ અને મૂળરોમ તથા શાખાઓ યુક્ત હોય છે. |
$(2)$ વાહકપેશીઓ અલ્પવિકસિત હોય છે. | $(2)$ વાહીપુલો સુવિકસિત હોય છે. |
$(3)$ પ્રકાશસંશ્લેષણ, ખોરાકસંગ્રહ અને વાતવિનિયમય માટે રૂપાંતર પામેલ હોય છે. | $(3)$ સ્થાપન પૂરું પાડે છે અને ભૂમિમાંથી ખનીજ તત્ત્વોના શોષણમાં મદદ કરે છે. |
મૂળટોપનું કાર્ય શું છે?
મૂળના રૂપાંતરણોનો અર્થ શું કરશો? નીચે આપેલ વનસ્પતિઓમાં મૂળના રૂપાંતરણોનો પ્રકાર કયો છે?
$(a)$ વટવૃક્ષ
$(b)$ સલગમ
$(c)$ મેંગ્રુવ વૃક્ષો
સલગમ $(turnip)$ નો ખાદ્ય ભાગ ........છે.
રાઈઝોફોરામાં, મૂળ શેની રચના કરવા માટે પરિવર્તિત થાય છે?
રાઈના છોડમાં રહેલા મૂળ ક્યાં પ્રકારના હોય છે?