ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?
$r$
$2 r$
$\frac{r}{2}$
$\frac{r}{4}$
આકૃતિ વિદ્યુત ચતુર્ઘવી $(Electric\, Quadrapole)$ તરીકે ઓળખાતી વિદ્યુતભારોની ગોઠવણ દર્શાવે છે. ચતુર્ધવીની અક્ષ પરના બિંદુ માટે, $r/a\,>\,>\,1$ માટે, સ્થિતિમાન $r$ પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ (એટલે કે એકલ વિદ્યુતભાર) માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો.
$l$ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ ના દરેક શિરોબિંદુ પર $q$ વિજભાર મૂકેલા છે.તો તંત્રની કુલ સ્થિતિઉર્જા કેટલી થશે?
$1$ મેગાવોલ્ટનાં વિદ્યુત સ્થિતિમાનનાં તફાવતથી જો એક $\alpha$ કણ અને એક પ્રોટોનને સ્થિર અવસ્થાથી પ્રવેગીત કરવામાં આવે તો તેમની ગતિઉર્જાનો ગુણોતર કેટલો થશે ?
$(-9\ cm, 0, 0)$ અને $(9\ cm, 0, 0)$ બિંદુ આગળ મૂકેલો બે વિદ્યુતભારો $7\ \mu C$ અને $-2 \ \mu C$ (અને બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં) વાળા તંત્રની સ્થિતિ વિદ્યુત સ્થિતિ ઊર્જા ગણો.........$J$
$2a$ બાજુવાળા ચોરસની એક બાજુના છેડાઓ આગળ $'q'$ મૂલ્યનો બે ધન વિદ્યુતભારો મૂકેલા છે. બે સમાન મૂલ્યના ઋણ વિદ્યુતભારોને બીજા ખૂણાઓ પર મૂકેલા છે. સ્થિર સ્થિતિથી શરૂ કરીને જો વિદ્યુતભાર $Q$ એ બાજુના $1$ ના મધ્યબિંદુએથી ચોરસના કેન્દ્ર સુધી ગતિ કરે તો ચોરસના કેન્દ્ર આગળ તેની ગતિ ઊર્જા ........ છે.