$0.004 \,M$ હાઇડ્રેઝીન દ્રાવણની $pH$ $9.7$ છે. તેનો આયનીકરણ અચળાંક $K_{ b }$ અને $pK _{ b }$ ગણો.
$NH _{2} NH _{2}+ H _{2} O \rightleftharpoons NH _{2} NH _{3}^{+}+ OH ^{-}$
$pH$ પરથી આપણે હાઇડ્રોજન આયન સાંદ્રતા ગણી શકીએ. હાઇડ્રોજન આયનની સાંદ્રતા જાણીને અને પાણીના આયનીય ગુણાકારનો ઉપયોગ કરી હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ગણી શકીએ.
$\left.| H ^{+}\right]=$ antilog $(- pH )$
$=$ antilog $(-9.7)=1.67 \times 10^{-10}$
$\left[ OH ^{-}\right]=K_{ w } /\left[ H ^{+}\right] =1 \times 10^{-14} / 1.67 \times 10^{-10} $
$=5.98 \times 10^{-5}$
તેને અનુરૂપ હાઇડ્રોઝીનિયમ આયનની સાંદ્રતા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા જેટલી થશે. આ બન્ને આયનોની સાંદ્રતા ઘણી ઓછી હોઈ અવિયોજિત બેઇઝની સાંદ્રતા બરાબર $0.004$ માં લઈ શકાય. આમ,
$K_{ b }=\left[ NH _{2} NH _{3}^{+}\right]\left[ OH ^{\top}\right] /\left[ NH _{2} NH _{2}\right]$
$=\left(5.98 \times 10^{-5}\right)^{2} / 0.004=8.96 \times 10^{-7}$
$p K_{ b }=-\log K_{ b }=-\log \left(8.96 \times 10^{-7}\right)=6.04$
ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?
ગ્લીસરીનની $0.01\,M$ દ્રાવણની $pH$ કેટલી થશે ?
(ગ્લીસરીન માટે $Ka_1 = 4.5\times 10^{-3}$, $Ka_2 =1.7 \times 10^{-10}$ )
એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
પ્રોપેનોઈક એસિડનો ${K_a} = 1.4 \times {10^{ - 5}}$ છે. તેનાં $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.
$7$ ગ્રામ $N{H_4}OH$ પ્રતિ $500$ $mL$ દ્રાવણની $pH$ કેટલી હશે ? ( $N{H_4}OH$ નો ${K_b} = 1.8 \times {10^{ - 5}}$, $N{H_4}OH$ નું આણ્વિય દળ $35\,g\,mo{l^{ - 1}}$ )