ઓહ્મનો નિયમ લખો. તેને પ્રાયોગિક રીતે શી રીતે ચકાસી શકાય ? શું તે તમામ પરિસ્થિતિઓ માટે લાગુ પડે છે? તમારો અભિપ્રાય આપો.
ઓહ્રમનો નિયમ લખો. નામનિર્દેશનયુક્ત વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દ્વારા પ્રયોગ વિશેની વિગતો સમજાવો. ઓહ્રમના નિયમનો $V$ અને $I$ વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ દોરી તમારા ઉત્તરને સમર્થન આપો. ઓહ્રમનો નિયમ બધી પરિસ્થિતિઓમાં લાગુ પડતો નથી. આવી પરિસ્થિતિઓ નોંધો.
વાહકમાં $1$ એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર થવા દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન વહેવા જોઈએ?
કોઈ પ્રયોગ પરથી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ ધરાવતા વિદ્યુત-પરિપથના દરેક ભાગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ?
એક વિદ્યુત-પરિપથમાં $100 \,W$ ના ત્રણ વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલા છે. બીજા એક અન્ય વિદ્યુત-પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે $100$ $W$ ના બીજા ત્રણ બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુતસ્ત્રોત સાથે જોડેલા છે. હવે ધારો કે બંનેમાંથી એક બલ્બ ફયુઝ થઈ જાય છે. શું બંને પરિપથમાં બાકીના બલ્બ પ્રકાશિત રહેશે ? કારણ આપો.
આકૃતિમાં આપેલ વિદ્યુત-પરિપથ માટે નીચેનાનું મૂલ્ય શોધો :
$(a)$ $8\,\Omega $ ના બે અવરોધોના જોડાણનો અસરકારક અવરોધ
$(b)$ $4\,\Omega $ ના વિરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ
$(c)$ $4\,\Omega $ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
$(d)$ $4\,\Omega $ અવરોધ દ્વારા વપરાતો પાવર
$(e) $ એમીટરના અવલોકનમાં થતો ફેરફાર (જો હોય તો)
એક વિદ્યુત ઉપકરણામાં $4.8\,A$ જેટલો પ્રવાહ પસાર થાય છે, તો તેમાથી દર સેકન્ડે પસાર થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા $..........$